amaz

Wednesday 16 November 2016

ઓરા આવો શ્યામ સનેહી

                                    

                ઓરા આવો શ્યામ સનેહી

                                                                                              ૧-૧૮૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

 ઓરા આવો શ્યામ સનેહી, સુંદર વર જોઉં વ્હાલા;
જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા... ૧
ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સૂરતે સંભારું વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારું વ્હાલા...૨
અરુણ કમળસમ જુગલ ચરણની, શોભા અતિ સારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ, મન વૃત્તિ મારી વ્હાલા...૩
પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વ્હાલા;
ઉર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા...૪
અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;
પાનીની બે કોરે જોતાં, ભક્તને મન ભાવી વ્હાલા...૫
જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા;
શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા...૬
એષ્ટકોણ ને ઊર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વ્હાલા...૭
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીન વ્હાલા;
અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા...૮
જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;
તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા...૯
એ જ અંગૂઠાની પાસે, તિલ એક નૌતમ ધારું વ્હાલા;
પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વ્હાલા...૧૦





                    Orā āvo Shyām sanehī

 

Orā āvo Shyām sanehī, sundar var joun vhālā;

Jatan karīne jīvan mārā, jīvamāhī proun vhālā. 1

Chihna anupam angoangnā, sūrate sambhāru vhālā;

Nakhshikh nīrkhī nautam mārā, urmā utāru vhālā. 2

Aruṇ kamaḷsam jugal charaṇnī, shobhā ati sārī vhālā;

Chintvan karvā ātur ati, man vrutti mārī vhālā. 3

Pratham te chintvan karu, sundar soḷe chihna vhālā;

Ūrdhvarekhā opī rahī, atishe navīn vhālā. 4

Angūṭhā āngaḷī vachchethī, nīsarīne āvī vhālā;

Pānīnī be kore jotā, bhaktane man bhāvī vhālā. 5

Jugal charaṇmā kahu manohar, chihna teṇā nām vhālā;

Shuddh mane karī sambhārtā, nāsh pāme kām vhālā. 6

Ashtakoṇ ne ūrdhvarekhā, swastik jambu jav vhālā;

Vajra, ankush, ketu ne padma, jamṇe page nav vhālā. 7

Trikoṇ, kaḷash ne gopad sundar, dhanush ne mīn vhālā;

Ardhachandra ne vyom sāt chhe, ḍābe page chihna vhālā. 8

Jamṇā pagnā angūṭhānā nakhmāhī chihna vhālā;

Te to nīrkhe je koī bhakta, prītie pravīṇ vhālā. 9

E ja angūṭhāne bā’re til ek nautam dhāru vhālā;

Premānand kahe nīrkhu prīte, prāṇ laī vāru vhālā. 10

 


Monday 7 November 2016

Muktanand Swami

                  Muktanand Swami

 He was born Mukund Das to Anandram and Radhabai in Amrapur village (Dist-Amreli), Gujarat in 1758.