amaz

Friday 27 January 2017

શિક્ષાપત્રી (शिक्षापत्री) - મંગળાચરણ Shlok 01 – 10



Bhagwan Shree Swaminarayan wrote “Shikshapatri” on Maha Sud 5 (Vasant Panchami), Sanvat 1882 (Monday, February 12, 1826 A.D.) in which he defined rules for his devotees to follow. There are 212 Sloks in Shikshapatri and is a tool of everlasting bliss and salvation for the people of all age and groups (Sants, Brahmacharis and Haribhakts). In the last Slok of Sikshapatri Shree Hari said “Everyone should read few sloks of this Sikshapatri every day, and if one cannot read he/she should listen to someone reading it and if that is not possible then he/she do pooja of it on daily basis.

Shikshapatri Shlok 1 ( શિક્ષાપત્રી શ્લોક ૧ )

Shikshapatri Shlok 2 ( શિક્ષાપત્રી શ્લોક ૨ )

અને વૃત્તાલય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે, તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. ||૨||

I Sahajanand Swami, write this Shikshapatri, Gospel of Life Divine, from Vadtal, to all my disciples who reside in different parts of the world ||2||

 

Shikshapatri Shlok 3 ( શિક્ષાપત્રી શ્લોક ૩ )

શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે.) ||૩||

 Shree Dharmadev’s sons, Rampratapji and Icharamji, who are brothers, Rampratapji’s son Ayodhyaprasad and Icharamji’s son, Raghuvir; (whom I have adopted as my sons and established as the Acharyas of my disciples) ||3||

  

Shikshapatri Shlok 4 ( શિક્ષાપત્રી શ્લોક ૪ )

તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી. ||૪||

Mukundananda as a main & all “Naishthik Brahmcharis” (Brahmin celibates), and Mayaram Bhatt as a main & all my others Grihastas devotees; (householders)||4||

Shikshapatri Shlok 5 ( શિક્ષાપત્રી શ્લોક ૫ )

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ. ||૫||

My disciples, all married women, widows as My devotees, and all Sadhus headed by Muktanand and others; Blessing||5||

 

 

 Shikshapatri Shlok 6 ( શિક્ષાપત્રી શ્લોક ૬ )

એ સર્વે-તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃ તિ એ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. ||૬||

With remembrance of “Shreeman-Narayan”, all my diciples who are defendant of “Swadharma” (self religion) as per “Shastras” accept my ennobling blessings. ||6|| 

 

Shikshapatri Shlok 7 ( શિક્ષાપત્રી શ્લોક ૭ )

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે, તે સર્વેના જીવને હિતની કરનારી છે. ||૭||
You all my devotees with concentration of mind think over the purpose of “Shikshapatri” written by me for the spiritual welfare of every soul, realize and follow. ||7|| 


Shikshapatri Shlok 8 ( શિક્ષાપત્રી શ્લોક ૮ ) 
અને શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે તથા પરલોકને વિષે મહાસુખિયા થાય છે. ||૮||

Those who will follow the Rules of Ethics as prescribed by the holy scriptures shall derive happiness in this world as well as in “Parlok”(after death, pleasure of abode of Lord, Moksha). ||8|| 

Shikshapatri Shlok 9 ( શિક્ષાપત્રી શ્લોક ૯ )

અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે, તે તો કુબુધ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. ||૯||

Those who will violate the Rules of Ethics and behave willfully, are evil minded and shall suffer great distress in this world as well as in “Parlok”(after death causing pain, go to hell). ||9||


Shikshapatri Shlok 10 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦ )

તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ. ||૧૦||

Those who will violate the Hence forever, all my disciples do love and follow the commandments of this Shikshapatri vigilantly and do not violate them. ||10||

 

 

 


 

 


No comments:

Post a Comment