amaz

Friday 30 December 2016

रामानंद_स्वामीनो_अक्षरवाश

आजे_रामानंद_स्वामीनो_अक्षरवाश
#अने_हवे रामानंद स्वामी आ लोक माथी विदाय लेवानुं कहे छे, ए प्रसंग कहुं, खाश वांचजो तो ज #महामंत्रनी कथानी खबर पडशे। नीलकंठ वर्णीने गादी आपी अने आ संप्रदायनी धर्मधुरा सौंपी पछी जेतपुरथी गुरुदेव साथे सहेजानंद स्वामी फरेणी पधार्या। एक वखत एटले के मागसर सुद बारसना दीवशे सवारे गुरुने विचार आव्यो के मारे हवे आ लोक माथी विदाय लेवी छे। कारणके मे जे काम माटे जन्म लीधेलो ए बधा पुरा थयां। हवे शुं! दुर्वाशाना श्राप थकी अमे अंही आव्या हतां। अने जे करवानुं ए मे करी नाख्युं। हवे आ सहेजानंद स्वामी बधु करशे। पछी गुरुए संतो तथा ब्राह्मणोने खुब भोजन कराव्युं दान दीधुं अने सांजे सभा भरी अने पछी कह्युं। "आ नीलकंठ वर्णीने मे मारी गादी आपी हवे जे करवानुं छे ए एमने करवानुं छे, मारे काइ करवानुं नथी अने वळी युधीष्ठीर अर्जुन वासुदेव आदिक बधाए आ पृथ्वी पर जन्म लीधो अने एकने एक दीवश चाल्यां गया। माटे मारे पण आ लोक छोडी अने जतुं रहेवुं छे। अने हा, सावधान, मारी पाछळ कोइए शोक न करवो, कोइए आत्मघात न करवो। अने सभा आखी दुखमा डुबी गइ। मागसर सुद तेरस संवत 1858 तारीख 17-12-1801 ने गुरुवारे गुरु फरेणी गाममा जाग्यां छे। भद्रावतीमा स्नान कर्युं। बधाने जणावी दीधु के आजे हुं धाममा जाउ छुं।
॥बेठा एकांते पध्हासने रे, कृष्णमुर्ती चिंतवी मने रे।
करी समाधी कृष्णमा रही रे, त्यारे देहनी विस्मृती थइ रे।
पछी श्रीकृष्ण इच्छाए करी रे, उध्धवजीए देह प्रहरी रे।
संवत अढार वर्ष अठावन रे, मागसर सुदी तेरस दन रे।
वार देवगुरु दन जाणो रे, मुक्यु तन तेदी परमाणो रे।भक्तचिंतामणी प्र-47॥
पछी योगसमाधी करी अने कृष्णनी मुर्ती चिंतवी अने कृष्णमा रही अने सदायमाटे समाधी थइ गइ अने पुर्व जेवा उध्धवजी हता ए देह फरीथी उध्धवजी नो थइ गयो। आकाशमार्गे अनेक विमानो आव्या जय जय नादो थयां अने गुरुदेव पंचभौतिक देह नो त्याग करी अक्षरधाममा पंहोच्या छे। बधा हरीभक्तो आव्या एक सरस मजानुं विमान तैयार कराव्युं, पछी खुब अबिल गुलाल चंदन देह पर छांट्युं। पछी मुक्तानंद स्वामी सहेजानंद स्वामी मयाराम भट्ट आदीके वाराफरती गुरु नी पालखी उपाडी। शास्त्र प्रमाणे सर्वे अंतिम विधी करी सर्वे शोकातुर भक्तोने सहेजानंद स्वामी धीरज आपे छे। दीवशो पछी दीवशो जवा लाग्यां। दश दीवश सुधी भगवद गीता नी कथा करावी। पछी दशमा दीवशनी क्रिया करावी बारमु तेरमुं आदीक कर्युं। अचित्यानंद वर्णी बोल्या हे अभेसिंह राजा हवे जे कथा कहु ए सांभळ। चौदमानी सभा भराणी छे, अने आ सभा भा असंख्य भक्तो बेठा छे.........
#अंहीथी_आगळनी_वात_बराबर_तेर_दीवश_पछी_करीश एकादशीना दीवशे। (अमास नो क्षय छे)
"मे तमने त्यां सुधी वात करी के प्रथम स्वामिनारायण भगवानना जन्मनी कथा कही, पछी धर्मदादा धाममा गयां ए कह्युं, पछी अषाढ सुद दशमे नीलकंठ वर्णीए घर छोड्युं अने वननी विकट वाटे नीकळ्या ए कह्यु। पछी श्रावण सुद दशमे नीलकंठ वर्णी गीरनार पर्वत पर पधार्या ए कह्युं। पछी महाराजे गोवर्धन भाइनी फइ पुतळीबाइ ने जमपुरी माथी छोडावी ए कह्युं। पछी श्रावण वद छठ्ठना दीवशे वर्णीराज लोजनी वाव पर पधार्या ए कह्युं। पछी जेठ वद बारसना दीवशे एतिहासीक अने अविस्मरणीय रामानंद स्वामी अने नीलकंठ वर्णीनो प्रथम मेळाप थयो ए कह्युं। पछी गुरुदेव साथे वर्णीए रथयात्रा रक्षाबंधन आदीक घणा उत्सवो कर्या ए बधु कह्युं। पछी वर्णीराजनो गादीपट्टाभिषेक थयो ए कह्यु। अने हवे श्री #स्वामिनारायण_महामंत्रनी कथा तेर दीवश पछी कहीश। •¤#मारी आ पोस्ट जो तमने गमी होय, अथवा आगळनी कोइ पोस्ट तमने गमी होय तो तमे तमारो अभिप्राय कमेन्टमा अथवा मेसेंजर पर मने आपी शको छो।राजी रेज

Wednesday 16 November 2016

ઓરા આવો શ્યામ સનેહી

                                    

                ઓરા આવો શ્યામ સનેહી

                                                                                              ૧-૧૮૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

 ઓરા આવો શ્યામ સનેહી, સુંદર વર જોઉં વ્હાલા;
જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા... ૧
ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સૂરતે સંભારું વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારું વ્હાલા...૨
અરુણ કમળસમ જુગલ ચરણની, શોભા અતિ સારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ, મન વૃત્તિ મારી વ્હાલા...૩
પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વ્હાલા;
ઉર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા...૪
અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;
પાનીની બે કોરે જોતાં, ભક્તને મન ભાવી વ્હાલા...૫
જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા;
શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા...૬
એષ્ટકોણ ને ઊર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વ્હાલા...૭
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીન વ્હાલા;
અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા...૮
જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;
તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા...૯
એ જ અંગૂઠાની પાસે, તિલ એક નૌતમ ધારું વ્હાલા;
પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વ્હાલા...૧૦





                    Orā āvo Shyām sanehī

 

Orā āvo Shyām sanehī, sundar var joun vhālā;

Jatan karīne jīvan mārā, jīvamāhī proun vhālā. 1

Chihna anupam angoangnā, sūrate sambhāru vhālā;

Nakhshikh nīrkhī nautam mārā, urmā utāru vhālā. 2

Aruṇ kamaḷsam jugal charaṇnī, shobhā ati sārī vhālā;

Chintvan karvā ātur ati, man vrutti mārī vhālā. 3

Pratham te chintvan karu, sundar soḷe chihna vhālā;

Ūrdhvarekhā opī rahī, atishe navīn vhālā. 4

Angūṭhā āngaḷī vachchethī, nīsarīne āvī vhālā;

Pānīnī be kore jotā, bhaktane man bhāvī vhālā. 5

Jugal charaṇmā kahu manohar, chihna teṇā nām vhālā;

Shuddh mane karī sambhārtā, nāsh pāme kām vhālā. 6

Ashtakoṇ ne ūrdhvarekhā, swastik jambu jav vhālā;

Vajra, ankush, ketu ne padma, jamṇe page nav vhālā. 7

Trikoṇ, kaḷash ne gopad sundar, dhanush ne mīn vhālā;

Ardhachandra ne vyom sāt chhe, ḍābe page chihna vhālā. 8

Jamṇā pagnā angūṭhānā nakhmāhī chihna vhālā;

Te to nīrkhe je koī bhakta, prītie pravīṇ vhālā. 9

E ja angūṭhāne bā’re til ek nautam dhāru vhālā;

Premānand kahe nīrkhu prīte, prāṇ laī vāru vhālā. 10

 


Monday 7 November 2016

Muktanand Swami

                  Muktanand Swami

 He was born Mukund Das to Anandram and Radhabai in Amrapur village (Dist-Amreli), Gujarat in 1758.

 

 









Monday 24 October 2016

આજ મારે ઓરડે રે,આવ્યા અવિનાશી અલબેલ કીર્તનની ઉત્પત્તિ



      આજ મારે ઓરડે રે,આવ્યા અવિનાશી અલબેલ કીર્તનની ઉત્પત્તિ :



એક દિવસ વૈરાગ્યામૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને મળવા તેમની ઓરડીએ આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ પ્રણામ કરી નિષ્કુળાનંદ સ્વામીને આસન આપી વિનયથી પૂછ્‌યુ: ‘ સ્વામી ! આપની શી સેવા કરું?” નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: “ અરે ! હું તો તમારી પ્રેમભક્તિ માણવા આવ્યો છું. શ્રીજીમહારાજ સાથેનું કોઈક સંભારણું અને એવું જ કોઈક પદ સંભળાવો.” પ્રેમસખીએ સ્મૃતિને ઢંઢોળી, જૂના એક સ્મરણને તાજું કરતાં બોલ્યા: ‘ સ્વામી ! એકવાર શ્રીહરિ અહીં રાત્રે પધાર્યા હતા.” આ સાંભળતાં જ નિષ્કુળાનંદના મોંમાંથી ઉદ્‌ગાર નીકળી પડ્યા: “ શું કહો છો? શ્રીહરિ સ્વયં અહીં પધારેલા અને એ પણ રાતે! અહો! ધન્યભાગ્ય તમારા! પ્રેમાનંદ સ્વામીએ વાત આગળ વધારી: “સ્વામી ! ધન્ય ભાગ્ય તો આપણાં સૌનાં છે જ , નહિ તો આ સર્વોપરી મૂર્તિ ક્યાંથી મળે? પરંતુ અફસોસ એ હતો કે એ અધરાતે મહારાજ અહીં આવેલા, પણ હું કીર્તન ગાવામાં એવો તલ્લીન થઇ ગયેલો કે મને ખ્યાલ જ ન રહ્યો કે શ્રીહરિ આખી રાત બહાર ઊભા ઊભા સાંભળતા હતા. સવારે મને ખબર પડી ત્યારે મનમાં ઘણી ભોંઠપ થઈ, પણ શું કરું? અપરાધ થઈ ગયો. પ્રભુ મારે ઓરડે આવ્યા ને હું કાઈ સ્વાગત ન કરી શક્યો, પૂજા અર્ચના ન કરી શક્યો. એ વાતનો મનમાં વસવસો રહ્યા કરતો હતો. પરંતુ સ્વામી! મહારાજ તો અંતર્યામી છે ને ? મારા અંતરની અભિલાષાને તે પીછાની ગયા ને એક દિવસ ફરી જ્યાં ઓરડી બહાર જોઉં છું ત્યાં શ્રીહરિ સામે ચાલીને ઓરડીએ પધારતા હતા. તરત જ મારા મુખમાંથી હર્ષમાં ઉદ્‌ગાર નીકળી પડ્યા: ‘ આજ મારે ઓરડે રે , આવ્યા અવિનાશી અલબેલ ......’ આવા બે પદ લખી નાખ્યાં પછી ઠાકોરજીનો પ્રસાદ લેવા બેઠો. પાછા આવીને જોયું તો બીજાં બે પદ મહારાજે લખી નાંખેલા , તે પદ આ છે સાંભળો – ‘બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન : મારે એક વારતા રે સૌને સંભળાવ્યાનું છે મન ....’ મારા રચાયેલા પદના જ ઢાળમાં શ્રીજીમહારાજે પણ બે પદ રચ્યાં. આ વાત મેં કોઈને કહી નથી.’ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: “ ઓહોહો સ્વામી! ધન્ય છે તમને ને ધન્ય છે તમારી પ્રેમભક્તિ ! આ પદમાં તો શ્રીહરિએ પોતાના સ્વરૂપની, ધામની, શક્તિની વાત સમજાવી છે અને વધુમાં વધુ અવતારના કારણ અવતારી પોતે જ છે એમ પણ સમજાવી દીધું છે!” પ્રેમસખી તો આ સાંભળતાં જ પ્રભુના સ્વરૂપમાં લીન થઇ ગયા. શ્રીજીના લીલા ચરિત્રો સંભારતાં ને સાંભળતા એમનાં રૂંવાડે રૂંવાડે રોમાંચ વ્યાપી જતો ને પ્રેમભાવમાં શ્રીજીસ્વરૂપમાં એવા તો લીન થઈ જતા કે દેહ, સ્થાન, સમય કે દેશકાળનું પણ ભાન તેમને રહેતું નહિ.
પ્રેમાનંદી ભક્તો ! આવો, સૌ સાથે મળીને ગાઈએ એ પ્રેમસખીના પ્રેમસ્પંદનો અને પ્રેમભીના પાતળિયાનાં પ્રસાદી પદોને.
પદ-૧
આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવીયા રે, સુંદર છોગાંવાળો છેલ. ૧
નિરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નિરખી લાજે કોટિક કામ. ૨
ગુંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણાં રે ચરણે લાગી વારંવાર. ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર. ૪
કહો ને હરિ કયાં હતા રે, કયાં થકી આવ્યા ધર્મકુમાર;
સુંદર શોભતા રે, અંગે સજીયા છે શણગાર. ૫
પહેરી પ્રીતશું રે, સુરંગી સુંથણલી સુખદેણ;
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ. ૬
ઊપર ઓઢીયો રે, ગુઢો રેંટો જોયા લાગ્ય;
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય. ૭
મસ્તક ઊપરે રે, બાંધ્યું મોળીડું અમુલ્ય;
કોટિક રવિ શશિ રે, તે તો નાવે તેને તુલ્ય. ૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ. ૯
પદ - ૨
સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;
મૂર્તિ સંભારતાં રે, મુજને ઊપજયો અતિ સ્નેહ. ૧
પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર;
જેવા મેં નિરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર. ૨
બરાસ કપુરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;
તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર. ૩
બાજુ બેરખા રે, બાંયે કપુરના શોભિત;
કડાં કપુરનાં રે, જોતાં ચોરે સૌનાં ચિત્ત. ૪
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;
ચોરે ચિત્તને રે, હસતા કમળ નયનની કોર. ૫
હસતા હેતમાં રે, સૌને દેતા સુખ આનંદ;
રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણા કંદ. ૬
અદ્ભુત ઊપમા રે, કહતાં શેષ ન પામે પાર;
ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસ શૃંગાર. ૭
વ્હાલપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;
અંગો અંગમાં રે, જાણે ઊગીયા અગણીત સૂર. ૮
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;
પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ. ૯
પદ - ૩
બોલ્યા શ્રી હરિ રે,સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સૌને સંભળાવ્યાનું છે મન.૧
મારી મૂર્તિ રે, મારાં લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાંતો જોયાની છે જુક્ત.૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ.૩
અતિ તેજોમય રે, રવિ શશિ કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઊપમા નવ દેવાય.૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર.૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન.૬
અગણિત વિશ્વની રે, ઊત્પતિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.૭
એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી.૮
હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વ્હાલો વરસ્યા અમૃત મેહ.૯
પદ - ૪
વળી સૌ સાંભળો રે, મારી વાર્તા પરમ અનૂપ;
પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ.૧
સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ.૨
સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ;
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ.૩
મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;
પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર.૪
સૌ તમે પાળજો રે, સર્વે દૃઢ કરી મારા નિયમ;
તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ.૫
સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઊપદેશ;
લટકાં હાથનાં રે, કરતા શોભે નટવર વેશ.૬
નિજજન ઊપરે રે, અમૃત વરસ્યા આનંદ કંદ;
જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણચંદ.૭
શોભે સંતમાં રે, જેમ કોઈ ઊડુગણમાં ઊડુરાજ;
ઈશ્વર ઊદય થયા રે, કળીમાં કરવા જનનાં કાજ.૮
એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;
પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર.

સગરામ



એક વાર મહારાજ ગઢપુર થી રીસાઈ ને ચાલી નીકળ્યા અને અહિયાં સર્વે એ અન્ન જળ નો ત્યાગ કર્યો.પછી બ્રહ્માનંદસ્વામી તથા સુરોખાચર મહારાજ ને પછવાડે શોધ કરવા ગયા.તે જતા જતા મહારાજ વેજીશીયાળ પધાર્યા ને ત્યાના સગરામ ભગત ને મહારાજે કહ્યું જે, "મારે છાનું રહેવું છે." પછી ત્યાંથી મહારાજ કાનેતર પધાર્યા અને ત્યાં સાર્દુળ તથા સગરામ કરીને બે ભગત હતા. તેને ત્યાં ગયા. મહારાજ કહે, "મને તમારા ઘર માં સંતાડસો?" સગરામ કહે, "મારા ઘર માં કાંઇ પટારો કે કબાટ નથી. પણ મારા ભાઈ ના ઘર માં કોઠી.' પછી મહારાજ વંડી ટપી ને તેના ભાઈ ને ઘરે ગયા. અને વંડી ટપતાં મહારાજ ની મોજડી પડી ગઈ. ત્યારે સાર્દુળ ભગત બોલ્યા જે, 'મહારાજ બીજી મોજડી નાંખો નહિ તો સ્વામીને કહી દઈશ.' પછી મહારાજે બીજી મોજડી ઉડાડી નાંખી તેટલી વાર માં બ્રહ્માનંદસ્વામી તથા સુરોખાચર આવી પહોંચ્યા. પ્રથમ ગામ વેજીશીયાળ ગયા હતા અને ત્યાના હરિ ભગત ને કહ્યું, 'અહી મહારાજ પધાર્યા છે?' પછી તેણે કહ્યું, 'મહારાજ તો કાનેતર પધાર્યા છે.' પછી સ્વામી તથા સુરોખાચર કાનેતર ગામ આવ્યા અને સગરામ ભગત ને કહ્યું જે, 'તારે ઘરે મહારાજ આવ્યા છે?' સગરામ કહે, 'મારે ત્યાં નથી.' સ્વામી કહે, 'તારા ઘર ની જડતી લેવી પડશે.' ભગત કહે, 'આ ઘર રહ્યું.જોઈ લ્યો.' મહારાજે સાર્દુળ ભગત ને કહ્યું જે, 'મને ક્યાંક સંતાડ્ય,' સાર્દુળ કહે, 'મહારાજ ! આ કોઠી છે. તેમાં બેસી જાઓ.' પછી મહારાજ કચરાની કોઠી માં પેઠા અને બ્રહ્માનંદસ્વામી તથા સુરોખાચર સાર્દુળ ને ત્યાં આવ્યા ને સાર્દુળ ને કહ્યું જે, 'અહી મહારાજ છે?' તે સાંભળી સાર્દુળ કહે, 'અહી મહારાજ નથી.' સ્વામી કહે, 'તારા ઘર ની જડતી લેવી છે.' પછી કોઠી માં બાયઓના નવા લૂગડાં ની પોટકી બાંધી હતી. તે છોડી ને મહારાજે એક ઓઢવાનું ઓઢ્યું અને એક પહેર્યું ને બાયઓના બચ્ચે ચાલ્યા. તે સમે બ્રહ્માનંદસ્વામી તથા સુરોખાચર ફળી માં ખાટલા ઉપર બેઠા હતા. પછી ત્રણે જણ ઘર બહાર એકબીજાના હાથ ઝાલી ને નીસર્યા. તે જોઈ સ્વામી બોલ્યા જે,'આ બે તો તમારા ને ભાઈ ના ઘર ના પણ આ ત્રીજી કોણ છે?' તે સાંભળી મહારાજ હસ્યા. પછી બ્રહ્માનંદસ્વામી મહારાજ ને જોઈ ને ઉભા રાખી કીર્તન બોલ્યા જે,
વાતલડી રહોને રાતલડી વાલા પુછુ એક વાતલડી
મોરલડી સાટે મનમોહન દીધું વેલણ કોને દાતલડી
પીતાંબર માટે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાતલડી
પછી સ્વામી નામાચરણ બોલ્યા જે,
જેને ઘરે રજની તમે જગ્યા કોણ હતી તેની જાતલડી
બ્રહ્માનંદ કહે સંશય થયો નહિ ધન્ય છે તમારી છાતલડી
પછી મહારાજ ને લઇ ને ગઢપુર પધાર્યા અને સૌને શાંતિ થય. ( જે સમજી ગયા છે તે ભગવાન ના સન્માનમાં Share કરીને જય શ્રી સ્વામિનારાયણ લખે...!!!! )

Thursday 20 October 2016

ધમડકાના કરણીબા શ્રીહરીના ચરણમાંથી અઢાર(૧૮) કાંટા કાઢે છે




એકવાર મહારાજ ઉઘાડા પગે ચાલીને ધમડકા આવ્યા. અને તાબડતોડ જમવાનું માગ્યું. પણ તૈયાર કંઈ પણ ન હતું. એટલે બે ત્રણ ગોરસા દહીના જમી ગયા. પછી રસોઈ બનાવી જમીને કરણીબાને કહે,- "અમારા પગમાં કાંટા વાગ્યા છે તે કાઢોને"
પછી કરણીબા કાંટા કાઢવા બેઠા. તે મોટા મોટા કાંટા નીકળવા માંડ્યા. એ જોઇને કરણીબાના આંખમાં આંસુ આવ્યા હો. અને પ્રેમને લીધે વઢવા માંડ્યા કે, "તું દેહની ભાન રાખતો નથી. ચારેકોર રખડ્યા કરે છે. તારે કેટલા પેટ ભરવા છે તે જંપીને બેસતો નથી. " એમ તુંકારે વઢતા જાય, રડતા જાય ને કાંટા કાઢતા જાય. આમ નાના મોટા અઢાર કાંટા કાઢ્યા.
ત્યારે મહારાજ કહે, "માં ! રસ્તામાં એક બ્રાહ્મણ ઉઘાડે પગે ચાલ્યો જતો હતો, તે જોઇને દયા આવી તે અમારી મોજડી તેને આપી દીધી એટલે કાંટા વાગ્યા. અને મારે તો અનંતના કલ્યાણ કરવા છે તે માં, બેસી રહે કેમ પાલવે !
પછી મહારાજ કહે, તમે આજે મોટી સેવા કરી છે માટે વરદાન માગો. ત્યારે કરણીબા કહે તમે જેતલપુર, ગઢડા, અમદાવાદ વગેરે સ્થળોએ જે જે ઉત્સવો, ચરિત્રો કરો છો તેના દર્શન કરવા મારાથી અવાતું નથી. કારણકે મારું શરીર વૃદ્ધ થયું છે અને બહું દુર થાય છે. માટે એવું વરદાન આપો કે તમે ગમે ત્યાં જે જે લીલા ચરિત્રો ઉત્સવો કરો તેના મને અહી બેઠા બેઠા દર્શન થયા કરે. પછી મહારાજે કરણીબાને નિરાવરણ દ્રષ્ટિ આપી તે ધમડકામાં રહ્યા થકા મહારાજના સર્વે ચરિત્રો પ્રત્યક્ષ દેખે તેમ દેખતા.

Tuesday 18 October 2016

Shri Janmangal Namavali (English)

               Shri Janmangal Namavali

  

Om Shrī Kṛuṣhṇāya namah
Om Shrī Vāsudevāya namah
Om Shrī Nara-nārāyaṇāya namah
Om Shrī Prabhave namah
Om Shrī Bhakti-dharmātmajāya namah
Om Shrī Ajanmane namah
Om Shrī Kṛuṣhṇāya namah
Om Shrī Nārāyaṇāya namah
Om Shrī Haraye namah
Om Shrī Harikṛuṣhṇāya namah
Om Shrī Ghanashyāmāya namah
Om Shrī Dhārmikāya namah
Om Shrī Bhaktinandanāya namah
Om Shrī Bṛuhad-vrata-dharāya namah
Om Shrī Shuddhāya namah
Om Shrī Rādhā-kṛuṣhṇeṣhṭa-daivatāya namah
Om Shrī Marutsutapriyāya namah
Om Shrī Kālī-bhairavādyati-bhīṣhaṇāya namah
Om Shrī Jitendriyāya namah
Om Shrī Jitāhārāya namah
Om Shrī Tīvravairāgyāya namah
Om Shrī Āstikāya namah
Om Shrī Yogeshvarāya namah
Om Shrī Yoga-kalā-pravṛuttaye namah
Om Shrī atidhairyavate namah
Om Shrī Gnānine namah
Om Shrī Paramahansāya namah
Om Shrī Tīrthakṛute namah
Om Shrī Tairthikārchitāya namah
Om Shrī Kṣhamānidhaye namah
Om Shrī Sadonnidrāya namah
Om Shrī Dhyāna-niṣhṭhāya namah
Om Shrī Tapah-priyāya namah
Om Shrī Siddheshvarāya namah
Om Shrī Svatantrāya namah
Om Shrī Brahmavidyā-pravartakāya namah
Om Shrī Pāṣhaṇḍo-chchhedanapaṭave namah
Om Shrī Svasvarūpā-chalasthitaye namah
Om Shrī Prashāntamūrtaye namah
Om Shrī Nirdoṣhāya namah
Om Shrī Asuragurvādi-mohanāya namah
Om Shrī Atikāruṇya-nayanāya namah
Om Shrī Uddhavādhva-pravartakāya namah
Om Shrī Mahāvratāya namah
Om Shrī Sādhu-shīlāya namah
Om Shrī Sādhu-vipra-prapūjakāya namah
Om Shrī Ahinsa-yagna-prastotre namah
Om Shrī Sākāra-brahma-varṇanāya namah
Om Shrī Swāminārāyaṇāya namah
Om Shrī Swāmine namah
Om Shrī Kāla-doṣha-nivārakāya namah
Om Shrī Sachchhāstra-vyasanāya namah
Om Shrī Sadyah-samādhisthiti-kārakāya namah
Om Shrī Kṛuṣhṇār-chāsthāpana-karāya namah
Om Shrī Kauladviṣhe namah
Om Shrī Kalitārakāya namah
Om Shrī Prakāsha-rūpāya namah
Om Shrī Nirdambhāya namah
Om Shrī Sarva-jīva-hitāvahāya namah
Om Shrī Bhakti-sampoṣhakāya namah
Om Shrī Vāgmine namah
Om Shrī Chaturvarga-fala-pradāya namah
Om Shrī Nirmatsarāya namah
Om Shrī Bhaktavarmaṇe namah
Om Shrī Buddhidātre namah
Om Shrī Atipāvanāya namah
Om Shrī Abuddhihṛute namah
Om Shrī Brahmadhāma-darshakāya namah
Om Shrī Aparājitāya namah
Om Shrī Āsamudrānta-satkīrtaye namah
Om Shrī Shrita-sansṛuti-mochanāya namah
Om Shrī Udārāya namah
Om Shrī Sahajānandāya namah
Om Shrī Sādhvī-dharma-pravartakāya namah
Om Shrī Kandarpa-darpa-dalanāya namah
Om Shrī Vaiṣhṇava-kratu-kārakāya namah
Om Shrī Panchāya-tana-sanmānāya namah
Om Shrī Naiṣhṭhika-vrata-poṣhakāya namah
Om Shrī Pragalbhāya namah
Om Shrī Nihspṛuhāya namah
Om Shrī Satya-pratignāya namah
Om Shrī Bhakta-vatsalāya namah
Om Shrī Aroṣhaṇāya namah
Om Shrī Dīrgha-darshine namah
Om Shrī Ṣhaḍūrmi-vijaya-kṣhamāya namah
Om Shrī Nirahankṛutaye namah
Om Shrī Adrohāya namah
Om Shrī Ṛujave namah
Om Shrī Sarvopakārakāya namah
Om Shrī Niyāmakāya namah
Om Shrī Upashama-sthitaye namah
Om Shrī Vinayavate namah
Om Shrī Gurave namah
Om Shrī Ajātavairiṇe namah
Om Shrī Nirlobhāya namah
Om Shrī Mahāpuruṣhāya namah
Om Shrī Ātmadāya namah
Om Shrī Akhaṇḍitārṣha-maryādāya namah
Om Shrī Vyāsa-siddhānta-bodhakāya namah
Om Shrī Mano-nigraha-yuktignāya namah
Om Shrī Yama-dūta-vimochakāya namah
Om Shrī Pūrṇakāmāya namah
Om Shrī Satyavādine namah
Om Shrī Guṇagrāhiṇe namah
Om Shrī Gatasmayāya namah
Om Shrī Sadāchāra-priyatarāya namah
Om Shrī Puṇya-shravaṇa-kīrtanāya namah
Om Shrī Sarva-mangala-sadrūpa-nānā-guṇa-vicheṣhṭitāya namah
Om Bhagavate Shrī Swāminārāyaṇāya namah
|| Iti Shrī  Janamangal Nāmāvalī Samāptā ||

                                                               #swamisthought

श्रीजनमंगलनामावली ( Hindi )

                   श्रीजनमंगलनामावली


ॐ श्रीकृष्णाय नमः
ॐ श्रीवासुदेवाय नमः
ॐ श्रीनरनारायणाय नमः
ॐ श्रीप्रभवे नमः
ॐ श्रीभक्तिधर्मात्मजाय नमः
ॐ श्रीअजन्मने नमः
ॐ श्रीकृष्णाय नमः
ॐ श्रीनारायणाय नमः
ॐ श्रीहरये नमः
ॐ श्रीहरिकृष्णाय नमः
ॐ श्रीघनश्यामाय नमः
ॐ श्रीधार्मिकाय नमः
ॐ श्रीभक्तिनन्दनाय नमः
ॐ श्रीबृहद्व्रतधराय नमः
ॐ श्रीशुद्धाय नमः
ॐ श्रीराधाकृष्णेष्टदैवताय नमः
ॐ श्रीमरुत्सुतप्रियाय नमः
ॐ श्रीकालीभैरवाद्यतिभीषणाय नमः
ॐ श्रीजितेन्द्रियाय नमः
ॐ श्रीजिताहाराय नमः
ॐ श्रीतीव्रवैराग्याय नमः
ॐ श्रीआस्तिकाय नमः
ॐ श्रीयोगेश्वराय नमः
ॐ श्रीयोगकलाप्रवृत्तये नमः
ॐ श्रीअतिधैर्यवते नमः
ॐ श्रीज्ञानिने नमः
ॐ श्रीपरमहंसाय नमः
ॐ श्रीतीर्थकृते नमः
ॐ श्रीतैर्थिकार्चिताय नमः
ॐ श्रीक्षमानिधये नमः
ॐ श्रीसदोन्निद्राय नमः
ॐ श्रीध्याननिष्ठाय नमः
ॐ श्रीतपःप्रियाय नमः
ॐ श्रीसिद्धेश्वराय नमः
ॐ श्रीस्वतन्त्राय नमः
ॐ श्रीब्रह्मविद्याप्रवर्तकाय नमः
ॐ श्रीपाषण्डोच्छेदनपटवे नमः
ॐ श्रीस्वस्वरूपाचलस्थितये नमः
ॐ श्रीप्रशान्तमूर्तये नमः
ॐ श्रीनिर्दोषाय नमः
ॐ श्रीअसुरगुर्वादिमोहनाय नमः
ॐ श्रीअतिकारुण्यनयनाय नमः
ॐ श्रीउद्धवाध्वप्रवर्तकाय नमः
ॐ श्रीमहाव्रताय नमः
ॐ श्रीसाधुशीलाय नमः
ॐ श्रीसाधुविप्रप्रपूजकाय नमः
ॐ श्रीअहिंसयज्ञप्रस्तोत्रे नमः
ॐ श्रीसाकारब्रह्मवर्णनाय नमः
ॐ श्रीस्वामिनारायणाय नमः
ॐ श्रीस्वामिने नमः
ॐ श्रीकालदोषनिवारकाय नमः
ॐ श्रीसच्छास्त्रव्यसनाय नमः
ॐ श्रीसद्यःसमाधिस्थितिकारकाय नमः
ॐ श्रीकृष्णार्चास्थापनकराय नमः
ॐ श्रीकौलद्विषे नमः
ॐ श्रीकलितारकाय नमः
ॐ श्रीप्रकाशरूपाय नमः
ॐ श्रीनिर्दम्भाय नमः
ॐ श्रीसर्वजीवहितावहाय नमः
ॐ श्रीभक्तिसम्पोषकाय नमः
ॐ श्रीवाग्मिने नमः
ॐ श्रीचतुर्वर्गफलप्रदाय नमः
ॐ श्रीनिर्मत्सराय नमः
ॐ श्रीभक्तवर्मणे नमः
ॐ श्रीबुद्धिदात्रे नमः
ॐ श्रीअतिपावनाय नमः
ॐ श्रीअबुद्धिहृते नमः
ॐ श्रीब्रह्मधामदर्शकाय नमः
ॐ श्रीअपराजिताय नमः
ॐ श्रीआसमुद्रान्तसत्कीर्तये नमः
ॐ श्रीश्रितसंसृतिमोचनाय नमः
ॐ श्रीउदाराय नमः
ॐ श्रीसहजानन्दाय नमः
ॐ श्रीसाध्वीधर्मप्रवर्तकाय नमः
ॐ श्रीकन्दर्पदर्पदलनाय नमः
ॐ श्रीवैष्णवक्रतुकारकाय नमः
ॐ श्रीपञ्चायतनसन्मानाय नमः
ॐ श्रीनैष्ठिकव्रतपोषकाय नमः
ॐ श्रीप्रगल्भाय नमः
ॐ श्रीनिःस्पृहाय नमः
ॐ श्रीसत्यप्रतिज्ञाय नमः
ॐ श्रीभक्तवत्सलाय नमः
ॐ श्रीअरोषणाय नमः
ॐ श्रीदीर्घदर्शिने नमः
ॐ श्रीषडूर्मिविजयक्षमाय नमः
ॐ श्रीनिरहङ्कृतये नमः
ॐ श्रीअद्रोहाय नमः
ॐ श्रीऋजवे नमः
ॐ श्रीसर्वोपकारकाय नमः
ॐ श्रीनियामकाय नमः
ॐ श्रीउपशमस्थितये नमः
ॐ श्रीविनयवते नमः
ॐ श्रीगुरवे नमः
ॐ श्रीअजातवैरिणे नमः
ॐ श्रीनिर्लोभाय नमः
ॐ श्रीमहापुरुषाय नमः
ॐ श्रीआत्मदाय नमः
ॐ श्रीअखण्डितार्षमर्यादाय नमः
ॐ श्रीव्याससिद्धान्तबोधकाय नमः
ॐ श्रीमनोनिग्रहयुक्तिज्ञाय नमः
ॐ श्रीयमदूतविमोचकाय नमः
ॐ श्रीपूर्णकामाय नमः
ॐ श्रीसत्यवादिने नमः
ॐ श्रीगुणग्राहिणे नमः
ॐ श्रीगतस्मयाय नमः
ॐ श्रीसदाचारप्रियतराय नमः
ॐ श्रीपुण्यश्रवणकीर्तनाय नमः
ॐ श्रीसर्वमङ्गलसद्रूपनानागुणविचेष्टिताय नमः
ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः
॥ इति श्रीजनमंगलनामावली समाप्ता ॥

                                                                   #swamisthought 

 

 

 

શ્રીજનમંગલનામાવલી (સદ્‌ગુરુ શ્રીશતાનંદમુનિ)

                    શ્રીજનમંગલનામાવલી

                                                                                                               
ૐ શ્રીસર્વજીવહિતાવહાય નમઃ
ૐ શ્રીભક્તિસમ્પોષકાય નમઃ
ૐ શ્રીવાગ્મિને નમઃ
ૐ શ્રીચતુર્વર્ગફલપ્રદાય નમઃ
ૐ શ્રીનિર્મત્સરાય નમઃ
ૐ શ્રીભક્તવર્મણે નમઃ
ૐ શ્રીબુદ્ધિદાત્રે નમઃ
ૐ શ્રીઅતિપાવનાય નમઃ
ૐ શ્રીઅબુદ્ધિહૃતે નમઃ
ૐ શ્રીબ્રહ્મધામદર્શકાય નમઃ
ૐ શ્રીઅપરાજિતાય નમઃ
ૐ શ્રીઆસમુદ્રાન્તસત્કીર્તયે નમઃ
ૐ શ્રીશ્રિતસંસૃતિમોચનાય નમઃ
ૐ શ્રીઉદારાય નમઃ
ૐ શ્રીસહજાનન્દાય નમઃ
ૐ શ્રીસાધ્વીધર્મપ્રવર્તકાય નમઃ
ૐ શ્રીકન્દર્પદર્પદલનાય નમઃ
ૐ શ્રીવૈષ્ણવક્રતુકારકાય નમઃ
ૐ શ્રીપંચાયતનસન્માનાય નમઃ
ૐ શ્રીનૈષ્ઠિકવ્રતપોષકાય નમઃ
ૐ શ્રીપ્રગલ્ભાય નમઃ
ૐ શ્રીનિઃસ્પૃહાય નમઃ
ૐ શ્રીસત્યપ્રતિજ્ઞાય નમઃ
ૐ શ્રીભક્તવત્સલાય નમઃ
ૐ શ્રીઅરોષણાય નમઃ
ૐ શ્રીદીર્ઘદર્શિને નમઃ
ૐ શ્રીષડૂર્મિવિજયક્ષમાય નમઃ
ૐ શ્રીનિરહંકૃતયે નમઃ
ૐ શ્રીઅદ્રોહાય નમઃ
ૐ શ્રીઋજવે નમઃ
ૐ શ્રીસર્વોપકારકાય નમઃ
ૐ શ્રીનિયામકાય નમઃ
ૐ શ્રીઉપશમસ્થિતયે નમઃ
ૐ શ્રીવિનયવતે નમઃ
ૐ શ્રીગુરવે નમઃ
ૐ શ્રીઅજાતવૈરિણે નમઃ
ૐ શ્રીનિર્લોભાય નમઃ
ૐ શ્રીમહાપુરુષાય નમઃ
ૐ શ્રીઆત્મદાય નમઃ
ૐ શ્રીઅખણ્ડિતાર્ષમર્યાદાય નમઃ
ૐ શ્રીવ્યાસસિદ્ધાન્તબોધકાય નમઃ
ૐ શ્રીમનોનિગ્રહયુક્તિજ્ઞાય નમઃ
ૐ શ્રીયમદૂતવિમોચકાય નમઃ
ૐ શ્રીપૂર્ણકામાય નમઃ
ૐ શ્રીસત્યવાદિને નમઃ
ૐ શ્રીગુણગ્રાહિણે નમઃ
ૐ શ્રીગતસ્મયાય નમઃ
ૐ શ્રીસદાચારપ્રિયતરાય નમઃ
ૐ શ્રીપુણ્યશ્રવણકીર્તનાય નમઃ
ૐ શ્રીસર્વમઙ્ગલસદ્રૂપનાનાગુણવિચેષ્ટિતાય નમઃ
ૐ ભગવતે શ્રીસ્વામિનારાયણાય નમઃ
॥ ઇતિ શ્રીજનમંગલનામાવલી સમાપ્તા ॥ 

                                                                                                                           #swamisthought 

SWAMINARAYAN AARTI (English)


SWAMINARAYAN AARTI

Jai Sadguru Swami, (Prabhu) Jai Sadguru Swami;
Sahajanand dayalu (2), balavant Bahunami...Jai
Charan-saroj tamara vandu kar jodi,(Prabhu) vandu kar jodi;
Charane chitt dharyathi(2), dukh nakhya todi...Jai
Narayan sukh data, dvij-kul tanu dhari,(Prabhu) dvij-kul tanu dhari;
Pamar patit uddharya(2), aganit narnari...Jai
Nitya nitya nautam lila karta Avinashi,(Prabhu) karta Avinashi;
Adsath tirath charane (2),koti Gaya Kashi...Jai
Purushottam pragat nu je darshan karshe,(Prabhu) je darshan karshe;
Kal karma thi chhuti(2), kutumb sahit tarshe...Jai
Aa avsar karuna nidhi, karuna bahu kidhi, (Vale)karuna bahu kidhi;
Muktanand kahe mukti (2), sugam kari sidhi...Jai
Jai Sadguru Swami, (Prabhu) Jai Sadguru Swami;
Sahajanand dayalu (2), balavant Bahunami...Jai

Monday 17 October 2016

ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી


પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે,
“અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી................... માટે
----જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને
----ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં.
----અને ભગવાનના ભક્ત જેવાં દેહ ને દેહનાં સગાંસંબંધીને વહાલાં રાખવાં નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી.

અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકારમૂર્તિ વિરાજમાન છે................ અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે, ‘હું રખે મરીને ભૂતપ્રેત થઉં કે રખે ઇન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું !’ એવી આશંકા મનમાં રાખવી નહીં;........................... કેમ જે, જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં.
અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું........................ જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહીં, તેમ ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું.................
..................... અને એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.”

Wednesday 12 October 2016

જય સદ્‌ગુરુ સ્વામી ( મુક્તાનંદ સ્વામી) 5 નવેમ્બર 1802


માણકી ઘોડીનો ઇતિહાસ



*જાણવા જેવો 🐎*

*માણકી ઘોડીનો ઇતિહાસ*

આજે ભગવાન શ્રી સ્વામીનારાયણની માણકી ઘોડીની ૧૮૩મી પુણ્યતિથિ...
રાણા પ્રતાપના ઘોડા ચેતકનું નામ પ્રખ્યાત છે. તેમજ નેપોલીયનના ઘોડા બ્યુ સેફેલેસનું નામ પ્રખ્યાત છે. પણ ઘોડાઓનો ઉપયોગ યુધ્ધમાં થયો હતો.
પરંતુ ભગવાન સ્વામિનારાયણની અલૌકીક માણકી ઘોડીની જીવનકથા અનેરી છે.
સર્વ દેવોને પોતાના વાહનો હોય છે.
તેમ, ઇતિહાસ એમ કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું દૈવી વાહન એટલે માણકી ઘોડી .
જસદણમાં કાઠી દરબારને ત્યાં એક દૈવી ઘોડી હતી અને ઘોડીનું નામ સામર્થી, સારાએ કચ્-કાઠીયાવાડમાં પંકાવા લાગી હતી.
કચ્છમાં એક મિયાણો હતો અને તે અઠંગ ચોર હતો. જાતવાન ઘોડી ચોરી લાવવાની તીવ્ર ઇચ્છા જાગી પરંતુ કાઠીને ત્યાં કડક બંદોબસ્ હોવાથી ઇચ્છા મનમાં રહી ગઇ.
સમય જતા તે મિયાણાનો અંતકાળ આવ્યો... અને તેમનો જીવ કોઇ રીતે જતો હોવાથી, તેમના દિકરાએ પુછયુ ત્યારે કહ્યું કે મારી એક ઇચ્છા અધુરી છે. તે ઘોડી ચોરવાની વાત કરી અને તેના દિકરાએ પ્રતિજ્ઞા કરી તે કામ હું પુર્ણ કરીશ ત્યારે તેનો જીવ છૂટ્યો.
બાદમાં તેમનો પુત્ર જસદણ દરબારને ત્યાં નોકરીએ રહી ઘોડી સાચવતો અને વિશ્વાસ પ્રાપ્ત કરી, મોકો મળ્યે તે ઘોડી ચોરીને કચ્ તરફ જતો રહ્યો.
એક દિવસ ઘોડીને દરિયા કિનારે ઘાસ ચારવા મુકી હતી ત્યારે દરિયામાંથી એક દેવતાઇ જળઘોડો બહાર આવ્યો અને ઘોડી સાથે સંગ કર્યો, એના સંગથી ઘોડીને જે વછેરી થઇ માણકી ઘોડી.
માણકી ઘોડી બહુ રૂપાળી અને સર્વ ગુણ સંપન્ન હતી. અશ્વવિદ્યાની ભાષામાં ઘોડીની છત્રીસ ખામીઓ બતાવવામાં આવી છે. પણ માણકીમાં એકેય ખામી હતી.
ભુજનાં રાજાને માણકી ઘોડી વિષે ખબર પડતા તેણે મિયાણા પાસેથી માણકી અને તેની મા બન્નેને ખરીદી લીધા.
કચ્છમાં રાજાનાં ફટાયા કુંવરની દીકરી મીણાપુરમાં આવ્યા ત્યારે તેમણે કુંવરીને પહેરામણીમાં માણકી ઘોડી આપી દીધી. અને મીણાપુરમાં દરબાર સુરનાનજી ઝાલાએ માણકી ભગવાન શ્રી સ્વામિનારાયણને અર્પણ કરેલ ત્યારે દરબારને એક દિકરી હતી જેના સામુ જોઇને ભગવાન સ્વામિનારાયણે પુછયુ શું નામ છે ?
ત્યારે કીધુ કે ‘‘મોંઘી'' નામ છે. શ્રીજી મહારાજ કહે હો હો..! તો તો બહુ ‘‘મોંઘા'' ઠેકાણેથી તેનું માંગુ આવશે. તેવા રાજીપાના આશિર્વાદથી, થોડા સમય બાદ મોંઘીબાનું સગપણ ગોંડલ નરેશ સંગ્રામસિંહબાપુ સાથે થયું. (હાલનું ગોંડલનું સ્વામીનારાયણ મંદીર, મોંઘીબાએ સ્વખર્ચે બંધાવેલ છે.)
માણકી ઘોડી શ્રીજી મહારાજની મરજી મુજબ, આજીવન એમની સેવક રહી
અરે.. ! ગરુડથી પણ ચડીયાતી પુરવાર થઇ.
સ્વામિનારાયણ પ્રભુ લોકમાં પ્રગટયા ત્યારે તેમની સાથે અનેક મુકતો અને અવતારો પણ પધાર્યા હતા. તેમાં માણકી ઘોડી, પશુ સ્વરૂપે પણ એક મહામુકત હતી.
જયારે શ્રીજી મહારાજ લોકમાંથી સવંત ૧૮૮૬ના જેઠ સુદી ૧૦નાં રોજ પોતાના અક્ષરધામ પધાર્યા ત્યારે માણકી ઘોડીને એટલો આઘાત લાગ્યો કે ત્યારથી ચોધાર આંશુઓ પડયા કરે, અને મોઢામાં એક તરણું પણ નથી મુકયુ કે નથી પીધુ પાણીનું ટીપુ. અને આંખોમાંથી અખંડ ચોધાર આંશુઓ સાર્યા. એક બે દિવસ નહીં પરંતુ બાર-બાર દિવસ આવો આઘાત...
ત્યારે સદ્દગુરૂ ગોપાળાનંદ સ્વામીએ તેમની પાસે જઇને આજ્ઞા કરી. હવે તો તું કઇંક સમજ અને અન્નજળ ગ્રહણ કર.
ત્યારે પશુએ ઇશારાથી માથુ હલાવી અને ફકત રાબેતા મુજબ આશુંડા સાર્યા...
ગોપાળાનંદસ્વામી તેમની મરજી જાણી ગયા અને કહ્યું કે માણકી હવે શ્રીજી મહારાજનાં વિરહમાં અહીં રહેવા તૈયાર નથી. અને એમ થયું શ્રીજી મહારાજનાં તેરમાંના દિવસે ખાધા-પીધા વિના પ્રાણ મૂકી પોતાના પ્રાણ પ્રિયને મળવા અક્ષરધામ સીધાવી.
અને સમગ્ર પ્રાણી-જગતમાં, ઘોડી એક ઇતિહાસ બની ગઇ. ગઢપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં અગ્નિ સંસ્કારની બાજુમાં માણકીની અંતિમ વિધી કરેલ અને ઓટો પ્રસાદીનો ચણાવેલ છે, તે આજે પણ દર્શન આપી રહેલ છે.
માણકીએ ચડયા રે... મોહન વનમાળી
શોભે રૂડી કરમાં લગામ રૂપાળી... માણકીએ....
*...ધન્ય માણકીને...*