amaz

Monday 24 October 2016

સગરામ



એક વાર મહારાજ ગઢપુર થી રીસાઈ ને ચાલી નીકળ્યા અને અહિયાં સર્વે એ અન્ન જળ નો ત્યાગ કર્યો.પછી બ્રહ્માનંદસ્વામી તથા સુરોખાચર મહારાજ ને પછવાડે શોધ કરવા ગયા.તે જતા જતા મહારાજ વેજીશીયાળ પધાર્યા ને ત્યાના સગરામ ભગત ને મહારાજે કહ્યું જે, "મારે છાનું રહેવું છે." પછી ત્યાંથી મહારાજ કાનેતર પધાર્યા અને ત્યાં સાર્દુળ તથા સગરામ કરીને બે ભગત હતા. તેને ત્યાં ગયા. મહારાજ કહે, "મને તમારા ઘર માં સંતાડસો?" સગરામ કહે, "મારા ઘર માં કાંઇ પટારો કે કબાટ નથી. પણ મારા ભાઈ ના ઘર માં કોઠી.' પછી મહારાજ વંડી ટપી ને તેના ભાઈ ને ઘરે ગયા. અને વંડી ટપતાં મહારાજ ની મોજડી પડી ગઈ. ત્યારે સાર્દુળ ભગત બોલ્યા જે, 'મહારાજ બીજી મોજડી નાંખો નહિ તો સ્વામીને કહી દઈશ.' પછી મહારાજે બીજી મોજડી ઉડાડી નાંખી તેટલી વાર માં બ્રહ્માનંદસ્વામી તથા સુરોખાચર આવી પહોંચ્યા. પ્રથમ ગામ વેજીશીયાળ ગયા હતા અને ત્યાના હરિ ભગત ને કહ્યું, 'અહી મહારાજ પધાર્યા છે?' પછી તેણે કહ્યું, 'મહારાજ તો કાનેતર પધાર્યા છે.' પછી સ્વામી તથા સુરોખાચર કાનેતર ગામ આવ્યા અને સગરામ ભગત ને કહ્યું જે, 'તારે ઘરે મહારાજ આવ્યા છે?' સગરામ કહે, 'મારે ત્યાં નથી.' સ્વામી કહે, 'તારા ઘર ની જડતી લેવી પડશે.' ભગત કહે, 'આ ઘર રહ્યું.જોઈ લ્યો.' મહારાજે સાર્દુળ ભગત ને કહ્યું જે, 'મને ક્યાંક સંતાડ્ય,' સાર્દુળ કહે, 'મહારાજ ! આ કોઠી છે. તેમાં બેસી જાઓ.' પછી મહારાજ કચરાની કોઠી માં પેઠા અને બ્રહ્માનંદસ્વામી તથા સુરોખાચર સાર્દુળ ને ત્યાં આવ્યા ને સાર્દુળ ને કહ્યું જે, 'અહી મહારાજ છે?' તે સાંભળી સાર્દુળ કહે, 'અહી મહારાજ નથી.' સ્વામી કહે, 'તારા ઘર ની જડતી લેવી છે.' પછી કોઠી માં બાયઓના નવા લૂગડાં ની પોટકી બાંધી હતી. તે છોડી ને મહારાજે એક ઓઢવાનું ઓઢ્યું અને એક પહેર્યું ને બાયઓના બચ્ચે ચાલ્યા. તે સમે બ્રહ્માનંદસ્વામી તથા સુરોખાચર ફળી માં ખાટલા ઉપર બેઠા હતા. પછી ત્રણે જણ ઘર બહાર એકબીજાના હાથ ઝાલી ને નીસર્યા. તે જોઈ સ્વામી બોલ્યા જે,'આ બે તો તમારા ને ભાઈ ના ઘર ના પણ આ ત્રીજી કોણ છે?' તે સાંભળી મહારાજ હસ્યા. પછી બ્રહ્માનંદસ્વામી મહારાજ ને જોઈ ને ઉભા રાખી કીર્તન બોલ્યા જે,
વાતલડી રહોને રાતલડી વાલા પુછુ એક વાતલડી
મોરલડી સાટે મનમોહન દીધું વેલણ કોને દાતલડી
પીતાંબર માટે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાતલડી
પછી સ્વામી નામાચરણ બોલ્યા જે,
જેને ઘરે રજની તમે જગ્યા કોણ હતી તેની જાતલડી
બ્રહ્માનંદ કહે સંશય થયો નહિ ધન્ય છે તમારી છાતલડી
પછી મહારાજ ને લઇ ને ગઢપુર પધાર્યા અને સૌને શાંતિ થય. ( જે સમજી ગયા છે તે ભગવાન ના સન્માનમાં Share કરીને જય શ્રી સ્વામિનારાયણ લખે...!!!! )

No comments:

Post a Comment