amaz

Thursday 20 October 2016

ધમડકાના કરણીબા શ્રીહરીના ચરણમાંથી અઢાર(૧૮) કાંટા કાઢે છે




એકવાર મહારાજ ઉઘાડા પગે ચાલીને ધમડકા આવ્યા. અને તાબડતોડ જમવાનું માગ્યું. પણ તૈયાર કંઈ પણ ન હતું. એટલે બે ત્રણ ગોરસા દહીના જમી ગયા. પછી રસોઈ બનાવી જમીને કરણીબાને કહે,- "અમારા પગમાં કાંટા વાગ્યા છે તે કાઢોને"
પછી કરણીબા કાંટા કાઢવા બેઠા. તે મોટા મોટા કાંટા નીકળવા માંડ્યા. એ જોઇને કરણીબાના આંખમાં આંસુ આવ્યા હો. અને પ્રેમને લીધે વઢવા માંડ્યા કે, "તું દેહની ભાન રાખતો નથી. ચારેકોર રખડ્યા કરે છે. તારે કેટલા પેટ ભરવા છે તે જંપીને બેસતો નથી. " એમ તુંકારે વઢતા જાય, રડતા જાય ને કાંટા કાઢતા જાય. આમ નાના મોટા અઢાર કાંટા કાઢ્યા.
ત્યારે મહારાજ કહે, "માં ! રસ્તામાં એક બ્રાહ્મણ ઉઘાડે પગે ચાલ્યો જતો હતો, તે જોઇને દયા આવી તે અમારી મોજડી તેને આપી દીધી એટલે કાંટા વાગ્યા. અને મારે તો અનંતના કલ્યાણ કરવા છે તે માં, બેસી રહે કેમ પાલવે !
પછી મહારાજ કહે, તમે આજે મોટી સેવા કરી છે માટે વરદાન માગો. ત્યારે કરણીબા કહે તમે જેતલપુર, ગઢડા, અમદાવાદ વગેરે સ્થળોએ જે જે ઉત્સવો, ચરિત્રો કરો છો તેના દર્શન કરવા મારાથી અવાતું નથી. કારણકે મારું શરીર વૃદ્ધ થયું છે અને બહું દુર થાય છે. માટે એવું વરદાન આપો કે તમે ગમે ત્યાં જે જે લીલા ચરિત્રો ઉત્સવો કરો તેના મને અહી બેઠા બેઠા દર્શન થયા કરે. પછી મહારાજે કરણીબાને નિરાવરણ દ્રષ્ટિ આપી તે ધમડકામાં રહ્યા થકા મહારાજના સર્વે ચરિત્રો પ્રત્યક્ષ દેખે તેમ દેખતા.

No comments:

Post a Comment